價格:免費
更新日期:2019-01-27
檔案大小:4.4M
目前版本:1.2
版本需求:Android 4.0 以上版本
官方網站:mailto:rushikjiyani47@gmail.com
Email:http://dpvideostatus.com/Privacy%20Policy/privacy%20Policy%20Bapa%20Sitaram%20Photos.txt
聯絡地址:rushikjiyani47@gmail.com
Bajarangdas bapa's video songs, Bajarangdas bapa's temple list, Bajarangdas bapa's images more 10000+ , Bajarangdas bapa's story, Bajarangdas bapa's MP3 songs.
- Full HD Wallpapers
- Best optimized for all Screen size devices
- High quality live wallpaper.
- 10000+ bapa's Photos
- Audio
- Videos
- Bajarangdas bapa's Story
- Poonam Dates
Features :
- Daily Update bapa photos
- Set bapa's photo as wallpaper
- Listen bapa's Bhajan
- Latest and verified stories about Bajrangdas bapa
- Set reminder on poonam dates
- Find out bapa's Mandir
History of Bapa Sitaram:-
ગુજરાતની એક એવી પવિત્ર ભુમી છે કે જે ભુમિમાં
અનેક સંતો થઈ ગયા છે. જેમનું ખાલી નામ પણ
બોલીએ તો પણ મનમાં શાંતી થાય. મારે પણ આજે
એક એવા જ સંત ની વાત કરવી છે કે જેમને
“રાષ્ટ્રિય સંત” નુ બિરૂદ મળેલ છે.
જેમને ભક્તિ ના પંથની સાથે-સાથે દેશની એવા
જ સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે
બગદાણામાં આવેલ છે. જેમને ફકત ભારતમાં જ નહીં
પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના
લીધેજ બગદાણા એક ધામ બની ગયું છે. જ્યાં
લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા,
શ્રદ્ધા લઇને આવે છે. બાપા બજરંગ બધાનાં જ દુખ
મટાડે છે. જેમને લોકો “બાપા સીતારામ” નાં હુલામણા
નામથી ઓળખે છે.
ઈ.સ. ૧૯૦૬ ની સાલ હતું. ભાવનગરનાં અધેવાડા
ગામમાં હિરદાસજી અને શીવકુંવરબા નામે રામાનન્દી
કુટુંબ રહેતું હતું. શીવકુંવરબા સગર્ભા હતાં ત્યારે
તેઓ પિયર જતાં હતાં અને રસ્તામાં તેમને પ્રસવની
પીડા ઉપડી. ત્યાં બાજુમાં જ ઝાંઝરીયા હનુમાનજી નું
મન્દીર હતું. આજુબાજુની બહેનો એમને લઇને
મન્દીરની ઝુંપડીમાં લઈ ગયાં અને મંદીરમાં
હનુમાનજી ની આરતી નાં ઝાલર રણકવા મંડ્યા અને
એવા શુભ દી એ એક બાળકનો જનમ થયો.
રામાનન્દી સાધુ હોવાના કારણે નામ રાખ્યું,
“ભક્તીરામ”. નાનપણથી જ ભક્તીરામનાં મનમાં
માતા-પિતાનાં સંસ્કાર હતાં ખરેખર તેમનામાં નામ
પ્રમાણેજ ગુણ પણ હતાં. એક સવારે ભક્તીરામ મોડે
સુધી સુઈ રહ્યાં તો પિતા હિરદાસ અને માતા
શીવકુંવરબા એ આવીને જગાડ્યા અને જુએ છે
તેમને પરમતત્વ અને યોગસિદ્ધીનો
સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાસે દક્ષિણાં આપવા
ગયાં. ગુરુ શ્રી સીતારામ ભક્તીરામને ઓળખી ગયાં
અને કહ્યું કે ખરાં ગુરુ તો તમે છો એટલે મારે તમને
આપવાનું હોય. ત્યારે ભક્તીરામ બોલ્યાં કે ખરેખર
જો તમે મને કઈંક આપવા જ ઈચ્છતા હોય તો એવું
કઈક આપો કે મારા રુવે-રુવે રામનું રટણ ચાલું જ રે.
ત્યારથી સીતારામજી એ એમને નવું નામ આપ્યું
“બજરંગી” અને કહ્યું કે જાવ બજરંગી હવે તમે
દુનીયામાં ભ્રમણ કરો અને દીન દુખીયાં ની સેવા કરો
અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે
ઓળખાશો.
ભક્તીરામ આખા જગતમાં “બાપા બજરંગદાસ” અને
“બાપા સીતારામ” ના નામથી ઓળખાવા લાગ્યાં.
એક વાર ભ્રમણ કરતાં-કરતાં બાપા મુંમ્બઈ આવી
પહોચ્યાં. ત્યાં જ લોકોને બાપાનો પરિચય થયો.
બન્યું એવું કે એક ગોરો અમલદાર ત્યાંથી પોતાની
ગાડીમાં નિકળ્યો અને રસ્તામાં બાપા અને બીજા
સેવકો પાણીની ડોલો ભરીને એક જગ્યાએ ભેગુ કરતા
હતા. તો ગોરો અમલદાર સંતો અને તેમની ભક્તિ
વિશે ખરાબ બોલવા લાગ્યો અને કહ્યું કે જો તમે
ખરેખર સંત હોય તો ચમત્કાર બતાવો. બાપા એ જ
વખતે જ્યાં ઉભા તાં ત્યાં જ પલાઠી વાળીને બેસી
ગયા અને ખાડો ખોદવા લાગ્યાં. અને જોત જોતાંમાં
ત્યાં લોકોનું ટોળું આ કુત્તુહલ જોવા ભેગુ થઈ ગયું
અને બાપાએ ખારા જળની જમીનમાંથી મીઠું પાણી
કાઢ્યું તે જોઇને ગોરો અમલદાર પણ બાપાના પગમા
પડી ગયો હતો.
બાપા ગુરુજીની આજ્ઞાને પાલન કરવા માટે ભ્રમણ
કરવા લાગ્યા અને એમનો પહેલો મુકામ થયો સુરત,
જ્યાં તેઓ બેગમપુરા સાવેરિયા રોડ પર આવેલ
લક્ષ્મીનારાયણનાં મન્દીરમાં રહ્યાં ત્યાંથી તેઓ
ભ્રમણ કરતાં-કરતાં બાપા બગદાણા આવ્યાં ત્યારે
એમની ઉંમર હતી ૪૧ વરસ. ત્યાં બાપાએ ત્રિવેણી
સંગમ જોયો. બગદાણામાં બાપાને ૫ મુળતત્વો જોવા
મળ્યાં:
બગદાણા ગામ, બગડ નદી, બગડેશ્વર મહાદેવ,
બગદાલમ ઋષિ, બજરંગદાસ બાપા પછી બાપા
કાયમને માટે બગદાણામાં જ રહ્યાં. બાપાએ
બગદાણામાં પણ ઘણો વિસ્તાર કર્યો.
બાપા ૧૯૪૧ માં બગદાણા આવ્યાં.
૧૯૫૧ માં આશ્રમની સ્થાપના કરી.
૧૯૫૯ માં અન્નક્ષેત્ર ચાલું કર્યુ.
૧૯૬૦ માં ભુદાન હવન કર્યો.
૧૯૬૨ માં આશ્રમની હરાજી કરાવીને ભારત અને
ચીનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.
૧૯૬૫ માં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત
અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.
૧૯૭૧ માં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનનાં યુદ્ધ્ વખતે લશ્કરને મદદ કરી.
આમ, ભારતનાં ઈતિહાસમાં એક સેવાભાવી અને
રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સૌને રોતા
મુકીને પોષ વદ ચોથનાં દિવસે દેવ થઈ ગયાં અને
બાપાની મઢુલી બાપા વગર સુની થઈ ગઈ અને એ
દિવસે તો આખું બગદાણા ગામ, બગડ નદી ના નીર
થંભી ગયા તા..પંખી ઓ નો કલરવ સાન્ત થયી ગયો
હતો
બાપા સિતારામ